અદ્વૈતનું દ્વૈત થાય નહિ, જાય જો કલ્પાંત કોટ રે, ૩/૪

 અદ્વૈતનું દ્વૈત થાય નહિ, જાય જો કલ્પાંત કોટ રે,

ભૂમિનો ભાર તે ભાગશે, વાગશે આકાશે કેમ ચોટરે,                
અનેક રૂપે થાય અવની, ભાગીને ભળે છે ભોમ્યરે,
આકાશ એક અખંડ છે, પણ ઘડે રહે છે વ્યોમરે,                      
ભર્યા ભોજન બહુ ભાત્યનાં, જૂજવાં જળનાં જેમરે,
સોમ આવ્યો ને વ્યોમ વસે, આત્મા અળગો એમરે,                
ભાજન ભાંગે ભાંગે નહિ, પરસે નહિ પાણીને પિંડરે,
જળ દુઃખ મિથ્યા જાયે મટી, સત્ ચિદ્ આનંદ અખંડરે,           
એમ જાણી જન જે રહ્યા થયા છે, સમજીને બહુ સુખીરે,
નિષ્કુળાનંદ એ મરમને, માણે છે, સદ્‌ગુરુ મુખીરે,                    

મૂળ પદ

આજ આંનદ સિંધુ ઉલટ્યા, પ્રગટ્યા તે પૂરણાનંદરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી