ધન્ય ધન્ય એ સમજુ સંતને, સમજ્યા એ મુલગો મર્મરે, ૪/૪

ધન્ય ધન્ય એ સમજુ સંતને, સમજ્યા એ મુલગો મર્મરે,

ભાવ આપી પર ભાગિયો, ભરપુર ભાશો છે બ્રહ્મરે,

કિટ પતંગ બ્રહ્મા લગે, આતમા વિલસ્યો એક રે,

જીયાંરે જોયા તિયાં તે વડે, વિધ વિધ કરતા વિવેકરે,

તે પદ પ્રગટ પામીયા, જે કોઇ સર્વેનું છે સારરે,

સદ‌્ગુરુ સ્વે પદ મુરતિ, અખીલ બ્રહ્માંડનાં જે આધારરે,

અગોચર ગોચર એ હરિ, અકળ અનુપ ને અવિનાશરે,

લોમ પ્રતિલોમ એ થકી, ઉત્પતિ સ્થિતિ ને નાશરે,

એક અનેક રૂપે થયા, અનેક મળીને એ એક રે,

નિષ્કુલાનંદ એ મર્મને, સમજે છે શિઆણા વિવેક રે.

મૂળ પદ

આજ આંનદ સિંધુ ઉલટ્યા, પ્રગટ્યા તે પૂરણાનંદરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી