આવો મારે નેસડીયે, રસીલાજી.૨/૮

આવો મારે નેસડીયે, રસીલાજી.

વાલા અમે જોઉ છું વાટ, રસીલાજી.
કાંનવર કોણ કારણીયે,          ર.  મોહનજી નાવ્યા સીયા માટ.   ર.
ભલે વર્યા તમે કુબજાને,        ર  તેનું તમને કહેશું નહિ કાંય;      
મન માન્યાની વાત છે,          ર.  શીદ શંકા રાખો છો મનમાંય. ર.
મોટા ને મરજાદ કસી,            ર.  જેને રાજ્ય રાવલી હોયે રીત;   ર.
ન્યાત પર ન્યાતની પરણ્યે,    ર.  જીયાં માને મન ને ચિત.         ર.
છોગાલા છોગા મેલી,             ર.  મલપતા આવોને મોરાર     ર.
આનંદ મગન ભર્યા આવજો,  ર.  સંગે લૈ કુબજ્યા જો નારરે.      ર.
નયણા ભરીને નિરખવા,        ર.  મારે ઘણી હઇડામાં હામ;    ર.
નિષ્કુળાનંદના સ્વામી,           ર.  ભલે કર્યું કુબજાનું કામ.            ર.

મૂળ પદ

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી