ખાત્ય કરી ખોલી કાઢી, ખાંતિલાજીરે .૩/૮

ખાત્ય કરી ખોલી કાઢી, ખાંતિલાજીરે.સેહેર મધે શિરોમણી સોયે,  ખાંતિલાજીરે.
નમાણિ નારી નગરમે ખાં. કુબજા સરખી દીઠી નહિ કોય  ખાં.
રૂપ જોઇ રાચીયા, ખાં. બીજે કીંયા બેઠું નહિ મન;  ખાં.
ઢલક ઢલક દૈ ઢાળે ઢળ્યા, ખાં. તેને દેખી પરફુલ્યું તન.  ખાં.
પ્રવીણપણાની પ્રિછ પડી, ખાં. ડા'પણ સર્વે દીઠું દયાલ;  ખાં.
અકલવંત ઓળખ્યા અમે, ખાં.કંઠે પેરી કુબજાની વરમાળ.  ખાં.
ઘણું હતા ડાયા ઘાંઘા થયા , ખાં.વિચારું નહિ મનમાં મારાજ;  ખાં.
ન મલત શું કુબજા સરખી , ખાં.જ્યારે મળ્યું મથુરાનું રાજ,  ખાં.
ચતુર હતા પણ ચૂક પડી, ખાં. નગરની નારી મળી ઠગ;  ખાં.
માતા પિતાને પૂછીને, ખાં.પાતાળીયાજી પછે ભરીયે પગ,  ખાં.
મેણું તો બેઠું માથે, ખાં. વિધ્યે વિધ્યે થાયે છે વાત;  ખાં.
નિષ્કુળાનંદના સ્વામી, ખાં. જાતીલા જણાણી હવે જાત્ય,  ખાં. 

મૂળ પદ

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી