હોંસ્ય ઘણી હતી હૈયે, હોંસીલાજીરે.૪/૮

હોંસ્ય ઘણી હતી હૈયે, હોંસીલાજીરે.

પૂરી કરી જો મથુરામાયે, હોંસીલાજી.
મનમાની કુબજા મળી, હો. હવે હરિ શીદ આવો આંયે. હો.
સુખ પામ્યા હવે શામળા, હો.જ્યારે મળી જોયા જેવી જોડ. હો.
સરખે સરખો વાન વર્યા, હો. અંગે રંગ થયો હવે એક; હો.
બલ્યહારી હું બેહું તણી, હો છબીલાજી ભાગો હવે છેક, હો.
હૈયું હેઠુ હવે થયું, હો. જ્યારે મળીયું પોત સરીખું પોત; હો.
વારી વારી જાઉ વારણીયે, હો રેજો જોડી અખંડ ઉઘોત. હો.
જીવન જેવું જોતું હતું, હો તેવી તમને મળીયું મારાજ; હો.
અર્થ અધુરો રહ્યો અમ થકી, હો. સર્યું સર્વે કુબજ્યાથી કાજ હો.
પરિપૂર્ણ પિઉ થયા હો, જ્યારે ગયા કુબજા ને ઘેર; હો.
નિષ્કુળાનંદના સ્વામી, હો હવે કરો અમ પર્ય મેર. હો.

મૂળ પદ

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી