દળાયુ દયા કરી દયાળુજીરે, મોહનજી આણી મન મેર ૫/૮

દળાયુ દયા કરી દયાળુજીરે, મોહનજી આણી મન મેર; દયા.

અલબેલાજી આવોને, દ. ગિરધારી વર અમ ઘેર. દ.
દરશન દીજે દસને, દ. અમને તમારી ધણી આસ; દ.
તન સાથે તન બાંધ્યું, દ તમને દીઠા અંતર ઉલાસ.
હેત કરી હરિ હેલ્યવ્યાં, દ. લાડીલાજી લડાવિયાં લાડ; દ.
પ્રથમ પૂર્ણ પ્રીત કરી, દ. હરી હવે જોયે નૈહાડ. દ.
સર્વે સમે સુખ આપીયું, દ. વિધ્યો વિધ્યે દેખાડી છે વાલ્ય; દ.
કુંજ ભોવાન લીલા કરી, દ નથી અમને વિસરી નંદલાલ. દ.
સનેહ તણું સુખ સાંભરે, દ. વૃહે મન વ્યાકુળ થાય; દ.
તન તલપે તમ કારણે, દ મનોરથ મનમાં ન માય. દ.
મેર્ય કરી મુજ ઉપરે, દ અલબેલા આવી મલો આપ; દ.
નિષ્કુળાનંદના સ્વામી, દ. તમે મલે ટળે મારાં તાપ દ.

મૂળ પદ

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી