આગે લાડ લડાવિયા લાડીલાજીરે, ૬/૮

 આગે લાડ લડાવિયા લાડીલાજીરે,હૈયે ઘણું દેખાડ્યું હેત;       લાડી.

સાલેછે શરીરમાં, લા. અનેક વિધ્ય સુખ આપીયું.                    લા.
દલ દીવાને ડોલું છું, લા. સંભારતા સેજડીનાં સુખ;                  લા.
પળે પળે પંડ પરજલે, લા દાઝી દલ પામે છે દુઃખ,                લા.
મન હિસેછે મળવાને, લા. સાહી લેવા શરીરે શામ;                   લા.
તન વિના તન તાપતણું, લા. કોને કિયાં ઠરવાનું ઠામ.            લા.
શું કૈને સંભાળાવિયે, લા. સર્વે તમે સમજો સુજાણ;                   લા.
મારા આત્માના આધારછો, લા. જીવન મારા જીવન પ્રાણ.        લા.
સુખકારી સુખ આપીયે, લા. અમને તમારી હરિ આશ;              લા.
નિષ્કુળાનંદના સ્વામી, લા. અમે છીએ તમારાં દાસ.                 લા .
 

મૂળ પદ

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી