સુંદરવર છો શામળિયા, સલૂણાંજીરે, ૮/૮

સુંદરવર છો શામળિયા, સલુણાંજીરે,

મન માન્યા મળ્યા છો મોરાર; સ.
વાલમ વાલા લાગો છો, સ. અલબેલાજી અમારા આધાર. સ.
પ્રીતમ પ્યારા પ્રાણરે, સ. નાથ નિરખી ઠરે મારાં નેણ. સ.
મોહન મન તમશું મળ્યું, સ. મુખ જોઇ થયા અમે મેણ. સ.
ચિતમાં ચોટી ગઇ, સ. મુરતિ તમારી મનમાની મારાજ. સ.
ઘર ધંધો ધોળ્યો કર્યો, સ. કરવું ગમતું નથી કાંઇ કાજ. સ.
પ્રીતે પ્રાણ પરોવિયા, સ. હોંશીલાજી દેખાડ્યું છે હેત. સ.
તન મન સોંપ્યું તમને, સ. સર્વ વસ્તુ શીશ સમેત, સ.
અમે તમારે આશરે, સ. વાલા અમે છૈયે જો વેચાણ. સ.
જેમ કેશો તેમ કરશું, સ. સુંદરવાર ચતુરસુજાણ, સ.
મીઠી નજર કરી માવજી, સ. મોહન રાખો છો ઘણી મેર. સ.
નિષ્કુળાનંદના સ્વામી, સ. ગુણ ઓશીગણ થાઉં કઇ પેર. સ.

મૂળ પદ

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી