સખી માન શિખામણ માહેરી, ૧/૮

સાહેલીરે આંબો મોરિયો એ ઢાળ છે.

સખી માન શિખામણ માહેરી,
સુણ સખી રે કહું છું તારે કાજકે. મા.
સખી માન મેલી મળે માવને,
મેર કરીરે તુને મળશે મારાજ કે. મા.
સખી દુર્ય કરજે ડા'પણને, ચતુરાઇ રે આણીશ મા ચિતકે. મા.
સખી દન પણું ધણું દાખવી,
પાતળિયાશું રે કરજે પૂરણ પ્રીતકે. મા.
સખી હું પદ હારીને હાલીયે, મેલી મનનીરે સખી ફોક્ટ ફૂલ્ય કે;મા.
સખી હું પણ છું કોઇ કામની,
એવી ભોળીરે મ ભોગવીશ ભુલકે. મા.
સખી જેમ વાળે તેમ વળજે,
તજી તરતરે તન મનની તાણ્ય કે; મા.
સખી હાથ જોડી હરિ આગળે,
દીન દુર્બળરે વદે વદને વાણ્ય કે. મા.
સખી કપટ કુડને કાઢી કરી,
સાચે મનેરે સખી કરજે સનેહ કે; મા.
સખી અંતરનો આશે ઓળખી.
છબિલોજીરે સખી ન દિયે છેહ કે. મા.
સખી દંભપણું ન દેખાડજે,
અંતરનીરે જાણે જીવન પ્રાણ કે; મા.
સખી નિષ્કુળાનંદનો નાથજી,
અલબેલોરે કાંઇ નથી અજાણ કે. મા.

મૂળ પદ

સખી માન શિખામણ માહેરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી