સખી શું રે સમજી તું સુંદરી, આવો અંજસ રે કેને કરે છે કેમ કે ૩/૮

સખી શું રે સમજી તું સુંદરી, આવો અંજસ રે કેને કરે છે કેમ કે; શું.

સખી પૂર્વની પ્રીત સંભાળ્યને, કિયાં ગયો રે તારો પે'લાનો પ્રેમકે. શું.

સખી વાલા વિજોગે વિલખતી, તેની રે'તીરે તેનું મનમા તાણ્ય કે; શું.

સખી તે શું રાખી રહિ રુસણું, કેમ રેશે રે તારા પિંડમા પ્રાણ કે; શું. ર

સખી ગદ ગદ કંઠે ગાતી હતી, ગુણ ગિરાયે રે ગોવિંદનાં ગીત કેઃ

સખી તે સાથે બોલે છે ટેકમાં, એવું ચળી રે કેમ ગયું છે ચિત કે શું. ૩

સખી એ સમજણ શોભે નહિ , વાલાજી શું રે વળી વદવો વાદકેઃ શું

સખી હું તો કહું તારા હેતનું, એમાં તુંને રે નહિ આવે સવાદકે .શું.૪

સખી હમણા હૈયે નથી ધારતી, વળી વાલ્યપનાં તુંને કહું છું વેણ કેઃ

સખી પસ્તાવો પામીશ પાછળે, વળી કઇશરે મુને ન ક્યું કેણ કેઃશું.પ

સખી પ્રીત જે કરીયે તે પાળીયે, અતિ તાણ્યે રે ઉપજે અસંતોષ કેઃ

સખી નિષ્કુળાનંદના નાથ શું, સદા સર્વદારે રાખીયે સંતોષ કે શું.

મૂળ પદ

સખી માન શિખામણ માહેરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી