સખી સમજણમાં ઘણું સુખ છે૪/૮

સખી સમજણમાં ઘણું સુખ છે,

મોટું માતમ રે જાણજે મન માંયકે; સ.

સખી અલબેલાજીને આશરી,

ભવ વૈભવ રે ભૂલ્યે ચિત ન ચાય કે.સ. ૧

સખી સર્વે રીતે સુખ શામમાં, જાણ્યું છે રે જે કોઇ જને જરૂર કે.સ.

તું તો મનગમતાને મેલી કરી , હાથ જોડી રે રહે હરિને હજુર કે.સ.ર

સખી અખિલબ્રહ્માંડના આતમા, જીયાં લગી રે નથી જાણીયા નાથકે, સ,

સખી ત્યાં લગી તાપ ટળે નહિં, અણ સમજે રે આપે રહે અનાથ કે, સ.૩

સખી ખરી ખુમારી ચડ્યા વિન્યા, પલટે નહિ રે તેના પિંડનું પોતકે, સ.

સખી અંતર રે'છે અણોસરુ, જેવી જાંખીરે રહે દિપક જોત્ય કે. સ. ૪

સખી લાલી ચડી જેને લાલની, મતવાલી રે સદા માણે છે સુખ કે, સ.

જેણે અલબેલાશું કરી એકતા, સુવાગણી રે સદા ભોગવે સુખ કે. સ.પ

સખી સર્વેનો સનેહિ શામળો, એને નથીરે કોઇ અધિક ને ન્યૂનકે, સ.

સખી નિષ્કુળાનંદના નાથને, પામી છો રે તારાં મોટાં છે પુન્યકે. સ.

મૂળ પદ

સખી માન શિખામણ માહેરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી