સખી ભલે ભાંગી મારી ભુલ્૫/૮

સખી ભલે ભાંગી મારી ભુલ્યને,

સમજાવી રે મુને સર્વે રીત કે, ભ.

સખી અમે ન જાણ્યું'તું આવડું,

પેલી વેલીરે જેદી કરી'તી પ્રીતકે. ભ. ૧

સખી અનન્યપણે મળ્યાં એહને, લલચાવીરે મુને લાલચમાંઇ કે, ભ.

સખી મર્મે બોલે હવે મુખથી, કેતાં પાછું રે વાળી ન જુવે કાંઇ કે. ભ.

સખી બાળ પણે અમે બોલિયાં, સખીરહ્યારે કાંઇ તે દિનો રોષ કે, ભ.

સખી આડું બોલે હવે અમશું, કાંઇ દઇરે અમ ઉપર દોષ કે.ભ. ૩

સખી સાંખી રહું હવે શું કરુ, મારે એ છે રે કાંઇ આથ મિરાંથ કે.

સખી બળ કરી નથી બોલતાં, સાચું સગપણ રે મારે મોહન સાથ કે, ભ. ૪

સખી હયે હેત બાર્યે બોલવું, રસબસે રે વિટ્યાં નીસરે વેણ કે, ભ.

સખી એને મુકીને અંતરનું, કોને કેને રે કેવા જાસું જો કેણ કે. ભ. પ

સખી એના અમે એ અમારડે, ભૂલ્યે બીજો રે કે'દી હોય ન ભાવકે,

સખી નિષ્કુળાનંદનો નાથજી, સુંદરવર રે મન માન્યો છે માવ કે. ભ.

મૂળ પદ

સખી માન શિખામણ માહેરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી