સખી ભુધર ભુખ્યો છે ભાવનો૭/૮

સખી ભુધર ભુખ્યો છે ભાવનો,

અવિલોકિ રે જુવે અંતરની આશ કે, ભુ.

સખી પછે કરે છે પ્રીતડી, પેલિ તાકી રે જ્યારે કાઢે તપાસ કે, ભુ. ૧

સખી ઉપરને રંગે રાચે નહિ, દંભ દેખિ રે રહે દયાળુ દુર કે, ભુ.

સખી પ્રપંચે પિઉ ન પામીયે, સાચે દિલે રે હરિ રે છે હજુર કે. ભુ. ર

સખી માનુનીનું માન મોડવા, ટેવ પડીરે અલબેલાને અંગ કે,

સખી અહંકાર ન રહ્યો એહનો,

જેણે કીધો રે શામળીયાનો સંગ કે. ભુ. ૩

સખી ગર્વગંજન એનું નામ છે, એવી મોટપ રે એમાં અતિ અપાર કે.

સખી જેશું કરે હરિ પ્રીતડી, તેને સ્વપને રે રે'વા ન દીયે સંસાર કે. ભુ. ૪

સખી નિર્માંની ગમે છે નાથને,

વિષય વાસના રે જેની પામી વિરામ કે, ભુ.

સખી અધઘડી ન રહે અળગો, એવા જનથી રે સખી સુંદર શામ કે; ભૂ.. પ

સખી પ્રેમની દોરીયે પાતળો, બંધાણો રે સખી છે બળવંત કે, ભુ.

સખી નિષ્કુળાનંદનો નાથજી, લાડિલો રે મારો કોડિલો કંથ કે. ભુ. ૬

મૂળ પદ

સખી માન શિખામણ માહેરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી