મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ, ૧/૮

ગોકુળ વેલા પધારજોરે ઢાળ છે.

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ, મીઠા.
મીઠી સુંણિ વાણી મુખનીરે, તેણે અર્પ્યા અમે તન રાજ. મી. ૧
મીઠી નજર મારાજનીરે, અમૃત આંખ્યમાં અપાર રાજ, મી.
નેણને ચાળે તનને ચોરીયુંરે, વસ્ય કરી વ્રજનાર રાજ. મી. ર
વ્રેહ બાણે પ્રાણ વેંધિયાંરે, સાલે સ્નેહનું સુખ રાજ, મી.
પેર્યે પેર્યે પિડેં પંડનેરે, વણ દિઠે વ્યાપે દુઃખ રાજ. મી. ૩
હેતકારિ હરિ હેતશુંરે, પિયા પ્રેમે રયે પાસ રાજ, મી.
ઘરમાં ગરતાં ગોઠે નહિરે, અણ દિઠે હું ઉદાસ રાજ. મી. ૪
જેમ કેશો તેમ કરસુંરે, સદા રેજો મારે સાથ રાજ, મી.
તમે તેડી મ તરછોડજો, ગિરધર ગ્રહિ હાથ રાજ. મી. પ
અખંડ રેજો અમ પાસલેરે, સુખકારી સુંદર શામ રાજ. મી.
નાથ નિષ્કુળાનંદનારે, અલબેલા આત્મરામ રાજ. મી. ૬

મૂળ પદ

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી