નટવરકુંવર નંદનારે, અવલનવલ નાગર રાજ ૨/૮

નટવરકુંવર નંદનારે, અવલનવલ નાગર રાજ, ન.

પ્રીતમ પ્યારા છો પ્રાણપે રે, સુખકારી સુખસાગર રાજ. ન. ૧

બાંધી બાલપણામાં પ્રીતડીરે, હરિવર કરી હેત રાજ. ન.

મુખ જોઇને મોઇ રયાંરે, સોંપ્યા તન મન શિશ સમેત રાજ. ન.ર

મન માન્યું મારું તમસુંરે, ચિત ચોટું તમ ચરણેરાજ, ન.

સુખ તજી આ સંસારનારે, આવ્યા શામ તમારી શરણે રાજ. ન. ૩

પ્રીત રીતે પીયુ પોખીયેરે, પુરી હૈડાની હામ રાજ, ન.

સર્વે સુખમાં સંતોખિયા રે, સુખકારી સુંદર શામ રાજ. ન. ૪

વાલા વાલ્યપણાની વાતડીરે, સર્વે જાણોછો સુખ રાજ, ન.

મથુરાં જાવાનું માવજીરે, પીયુ કરશોમાં પરિયાણ રાજ. ન. પ

તમ વિન્યા અમે તલફુંરે, નિશદિન મારા નાથ રાજ, ન.

નિષ્કુળાનંદના નાથજીરે, સ્વામી સદા રેજો સાથ રાજ. ન. ૬

મૂળ પદ

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી