મથુરાં જાશોમાં માવજીરે, વાલા સુણો મારી વાત રાજ ૩/૮

મથુરાં જાશોમાં માવજીરે, વાલા સુણો મારી વાત રાજ, મ.

અક્રુર અંતરની કેતો નથીરે, એના ઘટમાં ઘણી ઘાત રાજ. મ. ૧

રથ આવી છોડ્યો આંગણેરે, જાણી થયો છે અજાણ રાજ, મ.

કળેછળે કરે વાતડીરે, પાપી લેવા આવ્યો પ્રાણ રાજ. મ. ર

માતા જશોદા જાણે નહિરે, નંદરાયે ભોળો નેક રાજ, મ.

હીરો આપે છે પર હાથમાંરે, વામ્યા હૈયાનો વિવેક રાજ. મ. ૩

વાલા વેરીની વાતડીરે, હોયે દગાલી દયાલ રાજ, મ.

કંસ પાપી પાપે ભર્યોરે, તમે બેઉં ભાઇ બાલ રાજ. ૪

એકલવેણા અલબેલડારે, નેક થાયે નહિં નાથ રાજ, મ.

જાણી જોઇને જીવનજીરે, કેમ જાયે કપટી હાથ રાજ. મ.પ

ગોકુલ ગામની ગોપીયુંરે, ટોળે મળીને ટળવળું રાજ, મ.

નિષ્કુળાનંદના નાથજીરે, કારણ તમારું ન કળું રાજ. ૬

મૂળ પદ

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી