વાલમ વેલેરા વળજોરે, દયા આણી દીનદયાલ રાજ ૫/૮

વાલમ વેલેરા વળજોરે, દયા આણી દીનદયાલ રાજ, વા.

વાલા વાલ્યપણાની વાતડીરે, ગતિ જાણોછો ગોપાલરાજ. વા.૧

તમ વિના તન તલફેરે, જેમ જળ વિના મીન રાજ, વા.

જેમ પ્રાણ વિના પુતળાંરે, જેમ દાતા વિના દીન રાજ. વા. ર

જેમ નીર વિના નદીયુંરે, જેમ પંખી વિના પાંખ રાજ. વા.

જેમ કંથ વિના કામનીરે, જેમ અણતેજે આંખ રાજ. વા.૩

વારે વારે હું વાલમારે, કહું કેટલીક વાત રાજ, વા.

જેવું હોય તેવું જણાવજોરે, ગીરધર રાખશોમાં ગાત રાજ. વા. ૪

અમે ભોળવાણી ભામનીરે, જાણ્યું સદાય રેશું સાથ રાજ, વા.

પ્રીત કરીને પરહરીરે, એમ ઘટે નહિં નાથ રાજ. વા. પ

વ્રજવાસીને વિલખતારે, મેલી જાઓ છો મોહન રાજ, વા.

સ્વામી નિષ્કુળાનંદનારે, દેજો વેલેરાં દરશન રાજ. વા. ૬

મૂળ પદ

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી