હરિવર હેતની વાતડીરે, સુંણી લેજો સુંદરશામ રાજ ૬/૮

હરિવર હેતની વાતડીરે, સુંણી લેજો સુંદરશામ રાજ, હ.

ભાઇ બેઉં ભેળા મળીરે, મથુરાં જાવાનું કામ રાજ. હ.૧

કંસ વંશ છે જો કપટીરે, ઘણી રચી હશે ઘાત રાજ, હ.

મેલું મોસાળ છે માવજીરે, રસિયા રેસોમાં રાત રાજ. હ. ર

પેલિ મારી તમે પુતનારે, આણ્યો અસુરનો અંતરાજ, હ.

તેનો દગો રાખી દલમાંરે, આજ તેડાવ્યા એકાંત રાજ. હ. ૩

ભોળ્યપ્ય રાખશોમાં ભેટતાંરે, રેજો શામળીયા સચેત રાજ, હ.

ઘણા છળ છાના રચ્યા હસેરે, નથી હરિવર તમશું હેતરાજ. હ. ૪

છળકળ કૈ કીધી હસેરે, પાપી પાપે પૂરણ પંડ રાજ, હ.

વણવાંકે વસુદેવનેરે, દીધો દેવકીને દંડ રાજ. હ. પ

નથી મેર્ય એના મનમાંરે, હણ્યા બાલક એણે હાથરાજ, હ.

નિષ્કુળાનંદના નાથજીરે, શિયો સ્નેહ તેને સાથ રાજ. હ. ૬

મૂળ પદ

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી