કો કેમ કરું હું કામનીરે, જીવન પ્રત્યે નહિં જોર રાજ ૭/૮

કો કેમ કરું હું કામનીરે, જીવન પ્રત્યે નહિં જોર રાજ, કો.
મારી ગયા મુને માવજીરે, કાપી કાળજડાની કોર રાજ. કો. ૧
ભેદુ ભીતર ભાવ ભલકેરે, વેંધિ લીધું મારું પ્રાણ રાજ. કો.
ઉગરવાની આશા ટળીરે, લાગ્યું બળિયાનું બાણ રાજ. કો. ર
એકે ઓખદ ઉસતાદનીરે, ટાંકી લાગી નહિં તન રાજ, કો.
જીવન વિના જીવું નહિંરે, કરો અનેક ઉપાય અન્ય રાજ. કો. ૩
વણ દીઠે વાલમનેરે, દાઝી આવે મારું દલ રાજ, કો.
અંગો અંગ ઉઠે અગ્નિ રે, જાય જુગ જેવી પલ રાજ. કો. ૪
મુખ જોયે દુઃખ જાયે છે રે, શિતળ થાયે છે શરીર રાજ, કો.
દુઃખ દરશને પલાય છે રે, છે રુદીયા માંયે ધીર રાજ, કો. પ
વશ્ય કરી મને વાલમેરે, શામ મળે વળે સુખ રાજ, કો.
નિષ્કુળાનંદના નાથનેરે, વણદીઠે વાધે દુઃખ રાજ. કો. ૬ 

મૂળ પદ

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી