વાલ્યપ વિસરિ વાલ્યમાંરે, અળગા જૈ રહ્યા અમસું રાજ ૮/૮

વાલ્યપ વિસરિ વાલ્યમાંરે, અળગા જૈ રહ્યા અમસું રાજ, વા.

કુલવંતી કુબજ્યા મળીરે, હવે ગિરધરને કેમ ગમસું રાજ. વા. ૧

રાતિ માતિ નારિ નમણિરે, રુડિ રુપાળી છે રંગે રાજ, વા.

અમ ઉપરથી મન ઉતર્યુંરે, સગપણ કીધું તેને સંગે રાજ. વા. ર

નવલી નારે રીઝયા નાથજીરે, નવલે નવલો બાંધ્યો નેહ રાજ. વા.

નવલે ભાવે ભુધર ભોળવ્યારે, તેણે દીધો અમને છેહ રાજ. વા. ૩

હરિવર હવે હાથમાંરે, કેમ કરી આવે કાન રાજ, વા.

મનમાનું મલુ માવનેરે, થયા ગિરધર વર ગુલતાન રાજ. વા. ૪

અમે હારી બેઠાં હિરલોરે, નિરધન કરી ગયા નાથ રાજ, વા.

ભાગ્યજાગ્યાં ભલાં ભામનિરે, જેને શામળીયોજી સાથ રાજ. વા. પ

એકવાર અમ આંગણેરે, મળવા આવોને મોહન રાજ, વા.

સ્વામી નિષ્કુળાનંદનારે, વાલા વિલોકું વદન રાજ. વા. ૬

મૂળ પદ

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી