પૂરણ પરિબ્રહ્મ પ્રગટ્યા,સદ‌્ગુરુ સ્વામી સહજાનંદરે ૩/૮

પૂરણ પરિબ્રહ્મ પ્રગટ્યા, સદ‌્ગુરુ સ્વામી સહજાનંદરે.

દરશને દુષ્કૃત્ય વામી ગયાં પામીયાં અંતરે આનંદ રે.પૂ. ૧

કોટી બ્રહ્માંડના જે કરતા, સમરથ સદ‌્ગુરુ દેવ રેઃ

ભ્રકુટિ વિલાસ વિલસિ વલે સમજે છે સંત એ ભેવરે .પૂ.ર

વેદ તે ન જાણે જેના ભેદને, નેતિ નેતિ કરી રહે મુન્ય રે.

તે નર તને મલ્યા નાથજી, કહો મારાં કેવાં કહું પુન્ય રે.પુ. ૩

ચૈતન ઘનમય મૂરતિ, સુરતિ શોભિત સુંદર શામરે.

અખિલ બ્રહ્માંડનાં આધાર છે, સર્વેના આત્મરામરે.પુ. ૪

બટબીજ પેર્યે પ્રભુ પ્રિછતાં, અનેકમાં એક એ સ્વરુપરે.

બીજી જેમ બરાસની મૂરતિ, દિસે છે કાંય રૂપ છે અરુપરે.પુ. પ

નિર્ગુંણ સગુણ સંશય ટલ્યો, મલ્યો મુને માંહેલો મર્મ રે

નિષ્કુળાનંદ આનંદીયો, ભાગો કાંઇ ભીતર માંહેલો ભ્રમરે.પુ. ૬

મૂળ પદ

હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી