પૂર્ણ પુન્યેરે પીયુ પામીયાં, અલબેલો વર અવિનાશરે ૫/૮

પૂર્ણ પુન્યેરે પીયુ પામીયાં, અલબેલો વર અવિનાશરે.

રસિયો રોળીરે મુને રસમાં, હસિ મન થયું છે હુલાસરે. પૂ. ૧

પ્રથમ પીયુના સંયોગથી, પલટિયો અંગનો અવેવરે.

નયણ વયણ ફરી વારતા, તેની કેણે ન જાણી ટેવરે.પૂ. ર

અંગોઅંગે રંગે મલ્યા માવજી, રસીયે વાળી છે રસ રેલરે.

ઢાંકીને મુકયાંરે મેં તો ઢિંગલાં, છેક જાણી છોકરાંનો ખેલરે.પૂ. ૩

મન માન્યા મળ્યા મુને માવજી, પુર્યા મારા મનડાના કોડરે.

કોટય કામદેવની કીલા કસી, નાવે હરિવર સુખ હોડરે.પૂ. ૪

મગન થઇને હાલું મલપતિ, અલબેલી આનંદ ભરી અંગરે.

લાલનની લાલી આવી અમને, રસબસ થઇ હરિ રંગરે.પૂ. પ

રેણી થકીરે રસ ઉપજયો, અલબેલો મળીયા એકાંત્યરે.

નિષ્કુળાનંદનો સ્વામી મળી, ખાંતે પુરી છે મારી ખાંત્યરે. પૂ. ૬

મૂળ પદ

હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી