શામલિયા સંગાત મારે પ્રીતડી, હરિવર વરિ કરી હેતરે ૬/૮

શામલિયા સંગાત મારે પ્રીતડી, હરિવર વરિ કરી હેતરે.

તન ધન આપ્ય મેં તો તેહને, મન પ્રાણ સર્વે સમેતરે.સા.૧

તપાસી જોઉંરે મારા તનને, અલબેલે અવિલોક્યું અંગરે.

મન માન્યુંરે જ્યારે માવનું, તારે કર્યો શામળીયે સંગરે.સા.ર

હેતે હરિ ગ્રહ્યો મારા હાથને, ભુજા ભરી ભીડી મારી દેહરે.

વચન કહયારે મુખે મર્મનાં, નયણ્યામાં જણાવિયો નેહરે.સા. ૩

મરજી જાણી મેં મારા રાજની, ઓળખી મેં અંતરની આસરે.

વાલપ્યમાં દીઠોમારો વાલમો, મુજસું કાંઇ કરવા વિલાસરે.સા.૪

એકલી જાણીને સમે આવિયા, ઉતર હું આપું સૈ પેર્ય.

કર જોડી કરુ વાલા વિનતિ, અલબેલા આવો મારે ઘેર્યરે.સા. પ

વાટે ઘાટે હો મારા વાલમા, દયાળુ દેખશે દુરિજનરે,

નિષ્કુળાનંદના હો નાથજી, મારું એ તમારું જાણો તનરે. સા. ૬

મૂળ પદ

હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી