મૂર્તિ તમારી મારા વાલમા, ૮/૮

મૂરતિ તમારી મારા વાલમા, જોઇ મોયું માયેરું મનરે.

અનોપમ રુપ રળિયામણું, સોયામણું સુંદર અતિ તનરે. મૂ. ૧

મુખડાની શોભા સુંદર શી કહું, નિરખીને ઠરિયાં છે. નેણરે,

નયણાંને ચાળે ચોર્યું ચિતને, તેણે મારું મન થયું મેણરે. મૂ. ર

મીઠી જાણી વાણી મારા નાથજી, સુણતાં શિતળ થયું તનરે,

મંદ મંદ હાસે મુખ જોઇને, મોઇને રયું છે મારું મનરે. મૂ.૩

કરની કોમલતા કેવી કહું, ઉર દિસે અતિસે અનુપરે,

હેત કરી મલ્યા મુજને, રમી ગયું રુદિયામાં રૂપ રે. મૂ. ૪

કોટ્ય કંદર્પમય મૂરતિ, સુરતિ સુર્જ કસ્યા ક્રોડ્ય રે,

શિતળતા શશી કોટ્ય કેમ કહું, જોતાં નવ્ય મળે બીજી જોડ્ય રે.. મૂ. પ

અનોપને ઓપમા આવે નહિ, સોય હરિ સદ‌્ગુરુ શામ રે,

નિષ્કુળાનંદના હો નાથજી, તમે છો કાંયે પૂર્ણકામ રે. મૂ. ૬

મૂળ પદ

હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહ રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0