કેસર ભીનારે કાનજી, રુડા રંગના ચોલ, ૧/૮

કામણગારારે હો કાનજી કામણ કીધલાં કાંઇ, એ ઢાળ.
 
કેસર ભીનારે કાનજી, રુડા રંગના ચોલ,
આજ આવ્યારે આંગણે, કરવા કિલા કિલોલ.  કે. ૧
દીઠા આવતા એહને, થઇ રાજી રળીયાત,
અણ તેડયા હરિ આવિયા, સિયા સરખી આ વાત.  કે. ર
આપ્યો આદર મેં એહને, હૈડે હરખ નવ્ય માયે,
હેતનાં આંસુરે આવીયાં, લળી લળી લાગી હું પાયે.  કે. ૩
પછે પીયુ પધરાવીયા, મારા મંદિર મોઝાર,
દૂધે પખાલું પાવલા, ભલે આવ્ય મોરાર.  કે. ૪
ભોજન કરું હું ભાવતાં, જમો યાદવરાયે,
પ્રેમે બેસી હું પાસળે, વાલા ઢોળીસ વાયે.  કે.પ
સેજ સમારું શાંમળા, રુડિ રમવા કાજ,
ભલે આવ્ય હરિ ભાવસું, મનમાન્યા મહારાજ.  કે. ૬
તમને નિરખિને નાથજી, નયણા ત્રપત ન થાયે,
ગદગદ કંઠે ગિરા થઇ, મુખે બોલ્યું નવ્યે જ��યે.  કે. ૭
મનની જાણીને મુજને, ચાંપિ રુદિયા સાથ,
આપ્યું માનંદ અમને, નિષ્કુળાનંદને નાથ.  કે. ૮ 

મૂળ પદ

કેસર ભીનારે કાનજી, રુડા રંગના ચોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી