મનના માન્યારે માવજી, જાહેર જાણણહાર૫/૮

મનના માન્યારે માવજી, જાહેર જાણણહાર,

અંતરજામીરે આવીયા, મુજ અબળાના આધાર. મન. ૧

ક્રિપાનિધિરે કાનજી, દિઠા દલના દાતાર,

અઢળ ઢળ્યા અમ ઉપરે, વાલા ન કીધી વાર. મન. ર

રંગની રેલેરે રેલિયા, રસબસ કીધાંછે રાજ,

સુખડું આપ્યું સેજનું, ઓછ ન રાખી આજ. મન. ૩

મગન થઇ હું મનમાં, રાચિ તાહેરે રંગ,

પરસ્ય તમારો હરિ પામતાં, ઉલટ આવ્યોરે અંગ. મન. ૪

હેત કરી હરિ હેલવ્યા, વાલા દેખાડી વાલ,

નયણે નેહ જણાવિયો, નટવર કુંવર નંદલાલ. મન. પ

પ્રાણ અમારાં હરિ પ્રીતશું, હરિયાં હસતે મુખ,

ભુધર ભેટ્યારે ભાવશું, સોપ્યું સુંદરવર સુખ. મન. ૬

અબળા જાણીરે અમને, કરી શામળીયા સાર,

નિષ્કુળાનંદના નાથજી, પ્રીતમ પ્રાણ આધાર. મન. ૭

મૂળ પદ

કેસર ભીનારે કાનજી, રુડા રંગના ચોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી