નયણને ચોટેરે નાથજી, હરિયું માહેરું મન ૬/૮

નયણને ચોટેરે નાથજી, હરિયું માહેરું મન,

વશ્ય કીધી મુને વાલમા, સોપ્યું તમને મેં તન. ન. ૧

કાંયેક કામણ હરિ કીધલાં, જાદુ જાણો જીવન,

ચોર્યું ચિત ચતુરાંતણું, ભોળી ભૂલી ભુવન. ન. ર

ભુરકી નાંખી ભુધરજી, મંતર ભણી મોરાર,

કામણ ટૂમણ છે તુજમાં, વ્યાકુળ કરી વ્રજનાર. ન. ૩

નાના સરખા છો નાથજી, સબલા સાધ્યા સુજાણ,

વિદ્યા શિખ્ય વિધવિઘની, હરવા અમારા પ્રાણ.ન . ૪

અહુનિશ આલોચન અમને, તમને જોવા જીવન,

મન ચિત મોયુંરે માહેરું, બીજે ન બેસે મન. ન. પ

મુરત્ય તમારી માવજી, ચોટે ચિતડા માંયે,

સૂતાં બેઠાંરે સુરતિ, પળ પરિ નવ્ય થાયે. ન. ૬

ભુલી કાજ ભોવનનું, વરવો લાગો વેવાર,

પ્રીત કરી હરિ તમસું, સુપને ન ગમે સંસાર. ન. ૭

એવાં કામણ હરિ કયાં થકી, શિખ્યા અમારે કાજ,

નિષ્કુળાનંદના નાથજી, રૂડું કીધુંછે રાજ. ન. ૮

મૂળ પદ

કેસર ભીનારે કાનજી, રુડા રંગના ચોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી