મારે પાતળિયાજી શું પ્રીત, વાલપ વાધી છે ૨/૮

મારે પાતળિયાજી શું પ્રીત, વાલપ વાધી છે;
		હું તો હરિવરને વરી હેત, વાલપ વાધી છે...૧
સોંપી તન મન શીશ સમેત-વા૦ ચોંટયું હરિચરણે મારું ચિત્ત-વા૦ ૨
મને શામળે કરી સચેત-વા૦ હવે અમે ન થાયે અચેત-વા૦ ૩
આવી અમને પૂરણ પ્રતિત-વા૦ એની આવે નહિ અપ્રતિત-વા૦ ૪
મારા અવગુણિયા જો અમિત-વા૦ તે તો મનમાં નાણ્યા મારા મિત-વા૦ ૫
તમે રાખી તમારી જો રીત-વા૦ મળ્યા મને થઈ મારી જીત-વા૦ ૬
હવે અમે ન કરું અનિત-વા૦ ગાઉં ગુણવંત તમારાં ગીત-વા૦ ૭
જોઈ સુંદર છબી શોભિત-વા૦ નમે નિષ્કુળાનંદ નિત નિત-વા૦ ૮
 

મૂળ પદ

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે

મળતા રાગ

ઢાળ : એકલડા કેમ રહેવાય

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી