જોઈ શોભા સુંદરવર શ્યામ, લાલચ લાગી છે ૩/૮

જોઈ શોભા સુંદરવર શ્યામ, લાલચ લાગી છે;
		મારાં સરિયાં સર્વે કામ, લાલચ લાગી છે...૧
અલબેલા છો આતમારામ-લા૦ મારાં મન ચિત્તના વિસરામ-લા૦ ૨
સુંદરવર સુખના ધામ-લા૦ જોઈ વૃત્તિ પામી છે વિરામ-લા૦ ૩
મન ઠરી બેઠું હવે ઠામ-લા૦ મળ્યા ગુણવંત ગુણના ધામ-લા૦ ૪
નહિ નીમખ ભૂલું હવે નામ-લા૦ જપું જીભાએ આઠું જામ-લા૦ ૫
જાયે દુ:ખ ન બેસે જો દામ-લા૦ હરિ વિના મનખો હરામ-લા૦ ૬
અલબેલો છબીલો અકામ-લા૦ આનંદકંદ અતિ અભિરામ-લા૦ ૭
મળ્યા સહજાનંદ સુખધામ-લા૦ પોતી નિષ્કુળાનંદની હામ-લા૦ ૮
 

મૂળ પદ

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે

મળતા રાગ

ઢાળ : એકલડા કેમ રહેવાય

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી