તમ સાથે બાંધ્યું મારું તન, સુંદર શામળિયા ૪/૮

તમ સાથે બાંધ્યું મારું તન, સુંદર શામળિયા;
		તમે છો મારા પ્રાણજીવન, સુંદર શામળિયા...૧
તમ સાથે માન્યું મારું મન-સું૦ વાલા વાલું લાગે છે વદન-સું૦ ૨
ભલે ભૂધર આવ્યા ભુવન-સું૦ દયા કરી દેવા દરસન-સું૦ ૩
પિયુ પધાર્યા થૈ પરસન-સું૦ તેણે શોભી રહ્યું છે સદન-સું૦ ૪
આવો અલબેલા લઉ આલિંગન-સું૦ મારા મનમાન્યા જો મોહન-સું૦ ૫
મળી તમને થઈ હું મગન-સું૦ લાગી લાલ તમારી લગન-સું૦ ૬
રઢ લાગી મને રેન દન-સું૦ વણદીઠે ન ભાવે ભોજન-સું૦ ૭
મારા વાલાની ઝાઝી જતન-સું૦ સ્વામી નિષ્કુળાનંદના સજન-સું૦ ૮
 

મૂળ પદ

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે

મળતા રાગ

ઢાળ : એકલડા કેમ રહેવાય

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી