આજ હૈડામાં હરખ ન માયે, દરશન દીધું છે ૫/૮

આજ હૈડામાં હરખ ન માયે, દરશન દીધું છે;
		આવ્યા મોહન મંદિર માયે, દરશન દીધું છે...૧
આજ જોયા મેં જાદવરાય-દ૦ નીરખી નયણાં તૃપ્ત ન થાય-દ૦ ૨
આવ્યા અમ ઘેરે કરી કૃપાયે-દ૦ હું તો લળી લળી લાગી જો પાયે-દ૦ ૩
મારી બળવંતે ઝાલી જો બાયે-દ૦ હરિએ હેતે ભીડી હૈયામાંયે૦ દ૦ ૪
આપ્યું સુખ મુખ ન કેવાયે-દ૦ તેણે મગન હું થૈ મનમાંયે-દ૦ ૫
આજ અમારી ચડતી દશાયે-દ૦ મારી શામળે કરી જો સાયે-દ૦ ૬
આજ દિવસ આવ્યો મારો દાયે-દ૦ મારી કલ્પના ન રહી કાયે-દ૦ ૭
સહજાનંદ આનંદ પસાયે-દ૦ સુખી નિષ્કુળાનંદ સદાયે-દ૦ ૮
 

મૂળ પદ

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે

મળતા રાગ

ઢાળ : એકલડા કેમ રહેવાય

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી