સુંદરવર શ્યામ સુજાણ, વાલમ વાલા છો ૭/૮

સુંદરવર શ્યામ સુજાણ, વાલમ વાલા છો;
		તમે છો મારા જીવનપ્રાણ, વાલમ વાલા છો...૧
આનંદી આનંદની ખાણ-વા૦ શામળિયા સુખ મેરાણ-વા૦ ૨
ભલે પ્રગટયા પૂરણ ભાણ-વા૦ હવી અજ્ઞાન તમની હાણ-વા૦ ૩
એનું આવ્યું અમને એંધાણ-વા૦ ફરી નયણ વયણ મારી વાણ-વા૦ ૪
વાલા અમે તમારા વેચાણ-વા૦ ન આપું નંદ નંદનને દાણ-વા૦ ૫
નિરભે પદ વાગ્યાં નિસાણ-વા૦ તેનું થયું જમઘર જાણ-વા૦ ૬
કાપ્યું દુ:ખ કરું છું વખાણ-વા૦ તે તો જાણું અમે નૈ અજાણ-વા૦ ૭
હવે રે’શું ચરણે તજી તાણ-વા૦ કહે નિષ્કુળાનંદ નિરવાણ-વા૦ ૮
 

મૂળ પદ

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે

મળતા રાગ

ઢાળ : એકલડા કેમ રહેવાય

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી