તારી વાલપ્યમાંયે વલુંધિરે વસ્ય કીધી છે.૨/૪

તારી વાલપ્યમાંયે વલુંધિરે વસ્ય કીધી છે. ટેક.

વસ્ય મુને કીધી પોતાની કરી લીધીરે.

બીજે ન બેસે મન બુદ્ધિરે, વસ્ય કીધી છે.૧

તમ વિન્યા મારું મન તલસેરે, રાખું હું કઇ પેરે રુંધિરે. વ. ર

આવો અલબેલાજી છેલછબિલારે, પિયો મારું પયેને દુધીરે. ૩

નિષ્કુળાનંદના સ્વામી શામલિયારે. વાત કહું વાલા સુધિરે. ૪

મૂળ પદ

તારી લાવન્યમાંયે લલચાણારે. મન મોયું છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી