જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્નેહિ મારે શામળો.૧/૮

જીરે આજ મારે આંગણિયે ઉદ્યોત્ય પધાર્યા હરિ પ્રીતશું.   એ ઢાલ
 
જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ,  સ્નેહિ મારે શામળો.
જીરે છેલછબીલો છે છેલ,  સ્નેહિ મારે શામળો. ૧
જીરે પાતળિયાશું બાંધી મારી પ્રીત.  સ.
જીરે હોંસીલાસું હવું મારે હેત.  સ. ર
જીરે વાલીડાસું બાંધી મારે વાલ.  સ.
જીરે નટવર કુંવર નિરખી થૈ નિહાલ.  સ. ૩
જીરે લેરખડાસું લાગી મારે પ્રીત.  સ.
જીરે ચતુરવરે ચોર્યું મારું ચિત.  સ. ૪
જીરે નાથ જોઇને ઠર્યા છે નેણ.  સ.
જીરે સુખસાગર વર શામ સલૂણો સેણ.  સ. પ
જીરે હરિવરે ગ્રહ્યો મારો હાથ. 
જીરે નવલવર નિષ્કુળાનંદનો નાથ.  સ. ૬ 

મૂળ પદ

જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્‍નેહિ મારે શામળો.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી