જીરે આવો સેજે રમીયે સુંદરશામ, લાડીલા લાડ લડાવીયે૪/૮

જીરે આવો સેજે રમીયે સુંદરશામ, લાડીલા લાડ લડાવીયે.
જીરે પીયુ પુરો હૈડાની હામ. લાડિલા.૧
જીરે શામળીયા છો સુખનું સદન. લા.
જીરે પીયુ મારા પ્રાણના જીવન. લા.ર
જીરે ઠાકરીયા છો ઠરવાનું ઠામ. લા.
જીરે સુંદરવર છો સુખડાના ધામ. લા.૩
જીરે તમે છો મારા આતમાના આધાર. લા.
જીરે હરિવર છો હૈડાના હાર. લા.૪
જીરે અલબેલા છો આનંદ ભંડાર. લા.
જીરે નટવર મારા નયણના શણગાર. લા.પ
જીરે મોહન મારી સાચેરી મિરાંથ. લા.
જીરે નમણા વર નિષ્કુળાનંદના નાથ. લા.૬ 

મૂળ પદ

જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્‍નેહિ મારે શામળો.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી