જીરે આજ રંગે રમ્યા રસિકરાયે ખાંતિલો ખાંત્યે ખેલિયા.૫/૮

જીરે આજ રંગે રમ્યા રસિકરાયે.  ખાંતિલો ખાંત્યે ખેલિયા.
જીરે શામળે હું થઇ છું સનાથ.  ખાં.૧
જીરે ઠાકરિયે ઠારું છે મારું અંગ.  ખા.
જીરે રંગીલાનો લાગો મુને રંગ.  ખા. ૩
જીરે તેણે મારું અંગ થયું ઉલાસ.  ખા.
જીરે અલબેલે પૂરી છે મારી આશ.  ખાં.૪
જીરે રસીલે કરી છે રસબસ. ખાં.
જીરે વિઠલવરે કરી મુને વશ.  ખાં.પ
જીરે હામ હૈયાની પુરી પીયુ સાથ.  ખાં.
જીરે હોંશીલો નિષ્કુળાનંદનો નાથ.  ખાં. ૬ 

મૂળ પદ

જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્‍નેહિ મારે શામળો.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી