જીરે આજ આડો વળીયો છે અંક, રંગભીનો રસીયો રીઝીયા૬/૮

જીરે આજ આડો વળીયો છે અંક,  રંગભીનો રસીયો રીઝીયા.
જીરે નાથે મને કરી છે નિશંક.  રંગ.૧
જીરે ભુધર વરે ભાંગી મારી ભુખ.  રંગ.
જીરે શામ સલૂણે સોંપ્યું મને સુખ.  રંગ. ર
જીરે દામોદરે હરી માર દાઝ.  રંગ.
જીરે કાન કોડીલે કરીયાં મારાં કાજ.  રંગ.૩
જીરે વિઠલવરે વાળ્યો મારો વાન.  રંગ.
જીરે દિનદયાલે દીધું અભેદાન.  રંગ. ૪
જીરે લેરખડે કરી છે લીલા લેર.  રંગ.
જીરે ઘણનામી ઘણે હેતે આવ્યા ઘેર.  રંગ. પ
જીરે રંગભર રેલ્યા મા'સુખ મેરાણ.  રંગ.
જીરે નાથ નિષ્કુળાનંદનો સુજાણ.  રંગ. ૬ 

મૂળ પદ

જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્‍નેહિ મારે શામળો.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી