જીરે ઓરા આવો અવિલોકું અંગ. મારા નટવર નમણા નાથજી૭/૮

જીરે ઓરા આવો અવિલોકું અંગ.  મારા નટવર નમણા નાથજી
જીરે તમને જોવા આવે છે ઉછરંગ.  મા. ૧
જીરે માથાને મોલીડે મોયું મન.  મા.
જીરે મુખ જોઇ હું થઇછું મગન.  મા.ર
જીરે કંઠે રુડા કુસુમના હાર.  મા.
જીરે અંગોઅંગે શોભે છે શણગાર.  મા.૩
જીરે તોરે કંદોરે ચોર્યું મારું ચિત.  મા.
જીરે સુંદર કડાં કરમાં શોભીત.  મા. ૪
જીરે અંગે અંબર ઓપે છે અનુપ.  મા.
જીરે રાજી થઇ જોઇ તમારું રુપ.  મા.પ
જીરે સુંદરવર નિહાળી થઇ સનાથ.  મા.
જીરે મન માન્યા નિષ્કુળાનંદના નાથ.  મા.૬ 

મૂળ પદ

જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્‍નેહિ મારે શામળો.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી