જીરે હરિવર હું છું તમારી દાસ. દાસને દયા કીજીયે૮/૮

જીરે હરિવર હું છું તમારી દાસ.  દાસને દયા કીજીયે.
જીરે અમારે છે એક તમારી આશ.  દા.૧
જીરે અલબેલા છો અમારા આધાર.  દા.
જીરે તમ વિન્યા કોણ કરે અમારી વાર.  દા.ર
જીરે તમે છો કાંય અનાથુના નાથ.  દા.
જીરે હરિ ગ્રહ્યો મુકશોમાં હાથ.  દા.૩
જીરે તમ વિન્યા મારે ત્રિલોકમાં કોણ.  દા.
જીરે જોઇ જોઇ જોયું છે મેં જોણ.  દા.૪
જીરે નીર વિન્યા જેમ મિને ન રેવાય.  દા.
જીરે તાતે સિલે તેણે કેમ તજાય.  દા.પ
જીરે તમે છો મારે ઠરવાનું ઠામ.  દા.
જીરે નિષ્કુળાનંદના સ્વામી શામ.  દા.૬ 

મૂળ પદ

જીરે અલબેલાસું બાંધી બાઇ બેલ, સ્‍નેહિ મારે શામળો.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી