સખી આજ આનંદ અતિ ઘણો, કોટી બ્રહ્માંડના કરતાર ૨/૮

સખી આજ આનંદ અતિ ઘણો, કોટી બ્રહ્માંડના કરતાર;
			અખિલના આધાર, પ્રગટ થયા મહાપ્રભુ...ટેક.
થાય ઉત્સવ ધર્મને આંગણે, હેતે આવ્યા હજારો હજાર;
			મળી નરનાર, પ્રગટ થયા મહાપ્રભુ...૧
જુઓ બાળકરૂપે બન્યા પ્રભુ, જેનું જોગી જપે નિત્ય નામ;
			તે શ્રીઘનશ્યામ, પ્રગટ થયા મહાપ્રભુ...૨
આજ સોનાનો સૂરજ ઊગિયો, આજ મોતીનો વરસે છે મેહ;
			ઓપે અતિ એહ, પ્રગટ થયા મહાપ્રભુ...૩
આજ તોરણ બાંધ્યાં છે ટોડલે, ધર્યા કળશ પતાકા દ્વાર;
			ઓપે છે અપાર, પ્રગટ થયા મહાપ્રભુ...૪
આજ દુંદુભી વાજે છે દેવના, આજ શરણાઈના શોર થાય;
			વધામણી જાય, પ્રગટ થયા મહાપ્રભુ...૫
બ્રહ્મા ભવ ને ભવાની જેને ભજે, વિશ્વવિહારીલાલ જે છે તે;
			દીન દયાળ, પ્રગટ થયા મહાપ્રભુ...૬
 

મૂળ પદ

સખી ધન્ય દિન રળિયામણોરે,

મળતા રાગ

ધોળ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી