સખી મગન કરી મુને મોહનેરે, ૩/૮

સખી મગન કરી મુને મોહનેરે,

અલબેલે ઠારિયું અંગ. સલૂણે શામળેરે.

મળતાં હર્યું મન માયેરુંરે, રસિયે લગાડિયો રંગ. સ. ૧

અંગોઅંગે સુખ આપિયુંરે, કાપિ દુઃખડું દુર. સ.

શિતળ કર્યું શરીરનેરે, પાઇ પ્રેમ રસ પુર. સ.ર

ટાળી વળી તન તાપનેરે, હરિ દલડાની દાઝ.સ.

શાંતિ વાળી છે શરીરમાંરે, કર્યા અમારાં કાજ. સ.૩

સંકટ સર્વે સમી ગયારે, કરિ નિશંક નિહાલ. સ.

નાથ નિષ્કુળાનંદનેરે, વાલે વધારીછે વાલ. સ.૪

મૂળ પદ

સખી ધન્ય દિન રળિયામણોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી