સખી ધન્ય ધન્ય જીવીત માહેરુંરે, ૫/૮

સખી ધન્ય ધન્ય જીવીત માહેરુંરે,

સધારીયું સુંદર શામ. પધારીયા પાતળોરે.

અલબેલો આવીયા ઓરડેરે, કરવા ક્રીડા રસ કામ. પ.૧

એના હૈડે હેત અતિ ઘણુંરે, નયણામાં નેહ ન માયે. પ.

મીઠું મીઠું બોલે વાલો મુખથીરે, પ્રિતે પ્રેમરસ પાયે. પ.ર

એના અંગમાં ઉમંગ અતિ ઘણોરે, દલડામાં દિસે છે ડોડ. પ.

સખી સેજ તણું સુખ આપવારે, કોડીલાને ઘણો કોડ. પ.૩

મેર્ય કરી આવ્યા માવજીરે, હરવાને દલડાનાં દુઃખ. પ.

સખી નિષ્કુળાનંદનો નાથજીરે, શામળો સોંપવા સુખ. પ.૪

મૂળ પદ

સખી ધન્ય દિન રળિયામણોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી