સખી ખાંતિલે ખેલ મચાવીયોરે૬/૮

સખી ખાંતિલે ખેલ મચાવીયોરે,

રંગે રમ્યા રંગ રાયે. છબીલોજી છેલ છે.

સખી પેચ પૂરણ બહુ પેરનાંરે, દાવ ઘણા દલમાંયે. છ.૧

સખી રસીયો રમે રસ રીતસુંરે, ન દુવે મુજને નાથ. છ.

સખી સુખ એવું નહિ સંસારમાંરે, જેવું છે શામળા સાથ. છ.ર

સખી સર્વે અંગે સુખ શામળોરે, અલબેલો આપે આનંદ. છ.

સખી નખશીખા સુખનું ધામ છેરે, નટવર નંદનોનંદ. છ. ૩

સખીનોતું દીઠું નોતું સાંભળ્યુંરે, એવું સોંપ્યું એણે સુખ. છ.

સખી નિષ્કુળાનંદના નાથનેરે, મળતાં ગયું મારું દુઃખ. છ.૪

મૂળ પદ

સખી ધન્ય દિન રળિયામણોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી