સખી રીઝ્યો રીઝ્યો રંગ રસિયોરે.૭/૮

સખી રીઝ્યો રીઝ્યો રંગ રસિયોરે.
દીધો દીધો કર કોલ. લેરી આવ્યા લેરમાંરે.
સખી વર આપ્યો મને વીઠલેરે, આવીશ તારે મોલ. લે.૧
સખી હેત દેખાડે હૈયે ઘણુંરે, રાજી થયા મારો રાજ્ય. લે.
કહે વ્રજમાં આવ્યો હું વિનતારે, તેતો તમારે કાજ્ય. લે. ર
વાલો વાલી વાલી કરે વાતડીરે, દેખાડે દલડાનું હેત. લે.
કહે ઓસીગલ આપી થાવા નથીરે, જો આપ્યું આ તન સમેત. લે.૩
એવી કોમલ વાણી વદે ઘણુંરે, રહ્યું અબળાનું રણ મુજમાંયે. લે.
એવું સુણી સખી ક્યું શામનેરે, ધન્ય નિષ્કુળાનંદના નાથ. લે. ૪

મૂળ પદ

સખી ધન્ય દિન રળિયામણોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી