સખી ધન્ય ભાગ્ય અમારાંરે, ૮/૮

સખી ધન્ય ભાગ્ય અમારાંરે,
લીધો લાડીલાશું લાયો. પૂરણ સુખ પામીયાંરે.
વર હું વરી વૃજરાજને, દલ ભાવતો ટલ્યો દાયો. પુ.૧
મારા મનગમતું મલ્યું મુજનેરે, જેની હતી હૈયામાં હામ. પુ.
મને અલબેલો વરવા ઇચ્છા હતીરે, તે સરીયાં સરવે કામ. પુ.ર
મને રસિયાશું રંગભર રમવારે, હતો મનોરથ મન. પુ.
ઇચ્છા હતી તે આવી મલ્યુંરે, ધન્ય ધન્ય આજનો દન. પુ.૩
સખી ઢાળો ઢળ્યો રંગરેલનોરે, શામળે કરીયાં સનાથ. પુ.
સખી સુખનો સિંધુ મલ્યા મુજનેરે, નિષ્કુળાનંદનો નાથ. પુ.૪

મૂળ પદ

સખી ધન્ય દિન રળિયામણોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી