સખી આવો જોઇએ અલબેલડો૧/૪

કંકુ છાંટી કંકોતરી મોકલી. એ ઢાળ.
સખી આવો જોઇએ અલબેલડો,
રંગભીનો છે રસિક રાય. કોડીલો કાનજી.
એની નખશિખા શોભા જોઇને, નિરખી નયણાં ત્રપત ન થાય. કો.૧
એનું મુખ જોતાં સુખ ઉપજે, વળી બોલે છે મીઠડાં વેણ. કો.
મંદ મંદ હાસે હસી હેતશું, વળી નેહનાં દેખાડે નેણ. કો.ર
એનાં લટકાં લોભાવે છે મનને, વળી લલચાવે લાવણ્ય માંય. કો.
એની મુરતિ ચિતમાં ચોંટી ગઇ, હવે મોહન મેલ્યા નવ જાયે. કો.૩
સખી મનોહર મુરતિ મારાજની, હસી હરે છે જનનાં મન. કો.
સખી નિષ્કુળાનંદનો નાથજી, જોયા સરીખા છે પ્રાણજીવન. કો.૪

મૂળ પદ

સખી આવો જોઇએ અલબેલડો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
કેદારો
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0