સખી સાંભળને કહું વારતા૩/૪

સખી સાંભળને કહું વારતા,
મેં તો આજ દીઠા અલબેલ. લેરખડો લાલજી.
કેસુ કેસર રંગ સોરંગસું, સખા સંગે રમે રંગરેલ. લે.૧
લઇ હાથ પિચકારી હેમની, ચોંપે ચલાવે ચતુર સુજાણ. લે.
ધરી ઢાલ ગુલાલ ભરી મુઠડિ, તાકી નાંખે છે જીવનપ્રાણ. લે.ર
સખા મળી નાંખે રંગરાજને, તેણે ભીંજી રયા ભગવાન. લે.
સામસામા ખેલે ખેલ ખુબશું, કોયે ન હાંરે ન મુકે માન. લે.૩
સર્વે સખે અજીતને જીતીયા, પછે દિયે ફગુવા દયાળ. લે.
સખી નિષ્કુળાનંદના નાથને, ભરી બાથને મલ્યા ગોવાળ. લે. ૪

મૂળ પદ

સખી આવો જોઇએ અલબેલડો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી