સખી દિન અનોપમ આજનો૪/૪

સખી દિન અનોપમ આજનો,
સતિ આનંદ અંગ ન માયે, રસિક વર રિજિયા.
સખી અલબેલો આવીને આંગણે, રંગે રમિયા રસિકરાયે. ર.૧
એણે હામ પુરીરે હૈડા કેરી, વળી સાર્યાં શામળિયે કાજ. ર.
મારા દુઃખના દિવસ દુર્યે મળ્યા, મુને આપીયું આનંદઆજ. ર.ર
મુને અંગોઅંગ અલબેલડે, લીધું અંક ભરી આલિંગન. ર.
ભરી ભુજા ભુધરવરને ભેટતાં, મારું ટાઢું થયું તેણે તન.ર. ૩
સુખ ઉપજું મારા શરિરમાં, મારી અંતર ઓલવી આગ. ર.
સખી નિષ્કુળાનંદનો નાથજી, ભલે ભેટ્યા જાગ્યા મારાં ભાગ્ય. ર.૪

મૂળ પદ

સખી આવો જોઇએ અલબેલડો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી