જીરે ઓરા આવોને અમ પાસલે, સારા સજી શોભિતાં શણગારરે૧/૪

જીરે ત્રાંબા તે કુંડી જલે ભરી. એ ઢાળ.
 
જીરે ઓરા આવોને અમ પાસલે, સારા સજી શોભિતાં શણગારરે.
પ્યારા પ્રીતમ મુખ જોઇને સુખ લીજીયેં.  ટેક.
જીરે આનંદદેવાને અમને, આવો અલબેલાજી આધારરે.  પિ.૧
જીરે કેસરિયે વાઘે પાગ્યું જરકસિ, રુડા છાજે છોગલિયાં બેચારરે જીરે.
ફૂલાલા આવો ફૂલ્યા ફૂલમાં, હરિ હૈયે પેરીને રૂડા હારરે.  પિ.ર.
જીરે ચટકતિ ચાલે ચાલી આવજો, લટકે લાલ લોભાવતાં મનરે.
જીરે વાટ જોઉં છું મારા વાલમા, પીયુ પધારો પ્રાણજીવનરે.  પિ.૩
જીરે પ્રસન વદને પધારજો, સેજે શામળીયા દેવાને સુખરે. 
જીરે નિષ્કુળાનંદના નાથજી, ભુધર ભાળી ભાંગશે મારી ભુખરે.  પિ.

મૂળ પદ

જીરે ઓરા આવોને અમ પાસલે, સારા સજી શોભિતાં શણગારરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી