પધારોને પ્યારા, આવો મારે આંગણે, આવો વાલા હમણે, પ્રાણથી પ્યારા ઓ ધરમ દુલારા ૧/૧

પધારોને પ્યારા, આવો મારે આંગણે, આવો વાલા હમણે,
પ્રાણથી પ્યારા ઓ ધરમ દુલારા...ટેક.
કેદિ આવશો મારા બાપજી, દિન રાત જપું છું જાપજી,
તમારા વિયોગે, જીવ ઉકળે છે, તનડુ બળે છે..પ્રાણથી૦ ૧
મારે નાથ તમારો આશરો, સંત ઉપર પ્યારા દયા કરો,
વાટ તમારી વાલા, જોઇએ દાડી, આંસુડા પાડી..પ્રાણથી૦ ૨
અમે બાપ તમારા બાલુડા, તમ કારણે પાડીએ આંસુડા,
બિરુદ તમારું હવે, સંભારો સ્વામી, કહે જ્ઞાનસ્વામી..પ્રાણથી૦ ૩

મૂળ પદ

પધારોને પ્યારા, આવો મારે આંગણે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0